Sunday, 9 August 2015

Wish of My Soul

અંતરને ઘટાડી, દર્દને મટાડી
મળવું છે આ ઘડી, ખુદને જગાડી
ભૂલને ભુલાવી, ડરને ભગાડી
કહેવું છે આ ઘડી, ખુદને જગાડી
અહમને જલાવી, ચહેરાને સંતાડી
રમવું છે આ ઘડી, ખુદને જગાડી
હિંમતને સજાવી, ઈર્ષ્યાને ડુબાડી
જીવવું છે આ ઘડી, ખુદને જગાડી
-કેયુર દુધાત



No comments:

Post a Comment