Tuesday, 11 August 2015

Freshness

ઘણા દિવસો પછી તાજગી થઇ છે
આરામ કર્યા પછી તાજગી થઇ છે
આળસને હટાવી, બંધનથી છૂટી
કામ લીધા પછી તાજગી થઇ છે
દરિયાને ખુંદી, પહાડોને વટાવી
ચા પીધા પછી તાજગી થઇ છે
આકાશને આંબી, ધરતીના ખોળે
રમત રમ્યા પછી તાજગી થઇ છે
મૃત્યુની પહેલા, ઉત્સાહની સાથે
જીવન જાણ્યા પછી તાજગી થઇ છે

-કેયુર દુધાત

No comments:

Post a Comment