Forever
તું ચાહે કે ના ચાહે મને
હું ચાહતો રહીશ સદા તને
વાતો તારી દિલમાં રાખી
હું ચાહતો રહીશ સદા તને
તુજ યાદથી દિવસની શરૂઆત
તુજ ચાહમાં રાતની નિરાંત
સાજણી તને પામવા
ભમતો રહીશ સદા તારા માટે
હું ચાહતો રહીશ સદા તને
એકતરફી તો એક્તરફી
પણ પ્રેમ કરતો રહીશ સદા તને
તારા સુખમાં સુખી થઈશ
ને દુઃખમાં દુખી
હું ચાહતો રહીશ સદા તને
No comments:
Post a Comment