કેદ જિંદગી
નજરને પણ કેદ કરી લીધી છે તેણે
યાદોને પણ કેદ કરી લીધી છે તેણે
ખબર નથી પડતી શું ચાહે છે તે ?
વાતોને પણ કેદ કરી લીધી છે તેણે
આપી દીધું છે સર્વસ્વ તેને તેમ છતાં,
બાહોને પણ કેદ કરી લીધી છે તેણે
ના ‘હા’ પાડે છે કે ના ‘ના’ પાડે છે?
ચુપકીદીને પણ કેદ કરી લીધી છે તેણે
સમય તો જાય છે ચાલ્યો છતાયે,
ઘડિયાળને પણ કેદ કરી લીધી છે તેણે
આ બધું તો સમજ્યા ખબર નહી,
જિંદગીને પણ કેદ કરી લીધી છે તેણે
No comments:
Post a Comment