પ્રેમની અસર
તને ભૂલવાની વાતમાં ફસાઈ જાવ ના
તારી પ્રેમતણી યાદમાં હરખાઈ જાવ ના
તારા નામની ગહેરાઈ માં ડૂબી જાવ ના
તને સમજાવવા જતા સમજી જાવ ના
તારી જિંદગી ના રંગે રંગાઈ જાવ ના
તારા સાથની સાથે સમાઈ જાવ ના
તને યાદ કરવામાં વેરાઈ જાવ ના
તારી સુંદરતામાં હું ખોવાઈ જાવ ના
તારા રૂપ થી હું અંજાય જાવ ના
તને પ્રેમ કરવામાં ભગવાનને ભૂલી જાવ ના
તારી મલકાતી વાતોમાં મલકાઈ જાવ ના
તારા મેળાપ ની સાથે મળી જાવ ના
-કેયુર દુધાત
By Keyur Dudhat |
No comments:
Post a Comment