Sunday, 13 April 2014

વરસાદમાં

વરસાદમાં 
તને જોતો જ રહ્યો વરસતા વરસાદમાં
તારા લહેરાતા કેશ ઢળતા રહ્યા વરસાદમાં,
તારી ભીંજાતી યાદોની તાજગી થઇ
મારી લાગણીને વાચા મળી વરસાદમાં,
તારા પર ટપકતા એક એક બુંદને નીરખતો રહ્યો
સ્પર્શનો અનુભવ મને પણ થતો રહ્યો વરસાદમાં,
મુજ નયન ક્યારે હટે તુજ પરથી
વાદળો પણ રાહ જોતા રહ્યા  વરસાદમાં,
તારા સંગે ભીંજાતી પળેપળની તાજગી
સોના તણી તોળાતી’તી વરસાદમાં,
જો સાંભળે ઉપરવાળો મારી તો
આખી જિંદગી ગાળવા તૈયાર છુ વરસાદમાં.
                                          -કેયુર દુધાત
By Keyur Dudhat

No comments:

Post a Comment