Saturday, 5 April 2014

દિલ ની ગભરાટ

દિલની ગભરાટ
તારી યાદમાં મન હરખાય છે
વાતવાતમાં દિલ ગભરાય છે
બેચેની છે દિવસ રાત ની
સમજાતું નથી શાને આવું અનુભવાય છે
દરેક પલ યાદ આવીને રહી જાય છે
દિલમાં જગ્યા કરીને મલકાય છે
ખબર નથી પડતી શું છલકાય છે
ટૂંકી જિંદગી માં સમય વીતતો જાય છે
તને કહેતા ગભરાયો તે સમજાય છે
પણ તું શાને ગભરાઈ તે વિસરાય છે

વાતવાતમાં દિલ ગભરાય છ
                              -કેયુર દુધાત 

By Keyur Dudhat

No comments:

Post a Comment