Thursday, 17 April 2014

નહિતર તો સાવ એકલો હતો ભઈલો તારો

નહિતર તો સાવ એકલો હતો ભઈલો તારો
તારા લીધે તો વધ્યો છુ આગળ
નહિતર તો સાવ એકલો હતો ભઈલો તારો
નાની નાની વાતો માં મસ્તી કરતો જાતો
મીઠો માર પણ ક્યારેક ખાતો જાતો
નહિતર તો.....

મમ્મી પપ્પા ની લાડકી દીકરી છે તું
લાખો દુઆઓની હકદાર છે તું
સૌને ખુશ રાખી ખુશ થતી તું
લાડ લડાવ્યા હમેશાં મને
નહિતર તો.....

કેવા પુણ્યકર્મ હશે મારા
મળી તુજ દેવી તણી બહેનડી  મને
 ઉપકારો તારા કરેલા
ભરો બની રહશે સદા માથે મારા
નહિતર તો......

રાખડી થી રક્ષા કરી સદા મારી
પાસે બેસાડી ભણાવ્યો મને
એકડાને ABCD
બોલતો થયો તો તારા લીધે
નહિતર તો.....

હરપળ ચિંતા કરતી રહેતી મારી
આમ તેમ ફરતો હતો
ત્યારે તે જ મને રસ્તો દેખાડ્યો
નહિતર તો.
                                                - કેયુર દુધાત 
By Keyur Dudhat

Wednesday, 16 April 2014

Only For U

Only For U
સાથ મળતો રહે સદા મને
હાથ મળતો રહે સદા તને
સંબંધની દીવાલને આકાશે પહોચાડી
નવ તારી તરતી રહે સદા દરિયામાં
તુજ આંગણામાં ખુશીઓની ભીડ જામી રહે
તુજ હૈયા માં છલકાતી રહે સદા તે
સફળતાના શિખરની ટોચ પણ ઝુકી જાય
ઇચ્છાઓને પૂરી કરવા સદા તારી
નામ તારું સંભળાતું રહે સદા મને
અંત તારો અનંતે રહે સદા તુજથી
આ જ મહેછા રહે સદા મને
                               હાથ મારો મળતો રહે સદા તને
                                                      -  કેયુર દુધાત 
By Keyur Dudhat

Tuesday, 15 April 2014

One Step For U

One Step For U

આજ સખી જોડે વાત માંડી
જાણે જીવનની કોઈ ચાલ માંડી
સંબંધની મજબુતીથી વાત માંડી
અંતરની વેદનાની મજબુરી માંડી 
                       -કેયુર દુધાત 
By Keyur Dudhat

Monday, 14 April 2014

Forever

Forever
તું ચાહે કે ના ચાહે મને
હું ચાહતો રહીશ સદા તને
વાતો તારી દિલમાં રાખી
હું ચાહતો રહીશ સદા તને
તુજ યાદથી દિવસની શરૂઆત
તુજ ચાહમાં રાતની નિરાંત
સાજણી તને પામવા
ભમતો રહીશ સદા તારા માટે
હું ચાહતો રહીશ સદા તને
એકતરફી તો એક્તરફી
પણ પ્રેમ કરતો રહીશ સદા તને
તારા સુખમાં સુખી થઈશ
ને દુઃખમાં દુખી
                                 હું ચાહતો રહીશ સદા તને 
                                                    -કેયુર દુધાત
By Keyur Dudhat

Sunday, 13 April 2014

વરસાદમાં

વરસાદમાં 
તને જોતો જ રહ્યો વરસતા વરસાદમાં
તારા લહેરાતા કેશ ઢળતા રહ્યા વરસાદમાં,
તારી ભીંજાતી યાદોની તાજગી થઇ
મારી લાગણીને વાચા મળી વરસાદમાં,
તારા પર ટપકતા એક એક બુંદને નીરખતો રહ્યો
સ્પર્શનો અનુભવ મને પણ થતો રહ્યો વરસાદમાં,
મુજ નયન ક્યારે હટે તુજ પરથી
વાદળો પણ રાહ જોતા રહ્યા  વરસાદમાં,
તારા સંગે ભીંજાતી પળેપળની તાજગી
સોના તણી તોળાતી’તી વરસાદમાં,
જો સાંભળે ઉપરવાળો મારી તો
આખી જિંદગી ગાળવા તૈયાર છુ વરસાદમાં.
                                          -કેયુર દુધાત
By Keyur Dudhat

Thursday, 10 April 2014

બેચેની શેની?

બેચેની શેની?
આજે શું દિવસ હતો, ખુશી નો વરસાદ થયો
કોઈના દિલ ને ગમતો હતો, મુશ્કેલી માં ઉપાય થયો
યાદ આવીને રહેતો હતો, જીવન નો સંદેશ થયો
ગાડીમાંથી જોતો હતો , પળવારમાં ગુમ થયો
એ પલ ને લખતો હતો, ખ્વાબ માં ગોતતો થયો
ખ્વાબ ને વિચારતો હતો, પ્યાર માં રઘવાયો થયો
પ્યાર ને સંભારતો હતો, ગમમાં ગભરાય ગયો
ગમ ને ભુલાવતો હતો, પ્યાર માં પરવાનો થયો
ખુલી ગઈ કિસ્મતને, દુનિયા સ્વર્ગ થઇ
                                 -કેયુર દુધાત 
By Keyur Dudhat

Wednesday, 9 April 2014

કેદ જિંદગી

કેદ જિંદગી
નજરને પણ કેદ કરી લીધી છે તેણે
યાદોને પણ કેદ કરી લીધી છે તેણે
ખબર નથી પડતી શું ચાહે છે તે ?
વાતોને પણ કેદ કરી લીધી છે તેણે
આપી દીધું છે સર્વસ્વ તેને તેમ છતાં,
બાહોને પણ કેદ કરી લીધી છે તેણે
ના હા પાડે છે કે ના ના પાડે છે?
ચુપકીદીને પણ કેદ કરી લીધી છે તેણે
સમય તો જાય છે ચાલ્યો છતાયે,
ઘડિયાળને પણ કેદ કરી લીધી છે તેણે
આ બધું તો સમજ્યા ખબર નહી,
જિંદગીને પણ કેદ કરી લીધી છે તેણે 
                                  -કેયુર દુધાત 
By Keyur Dudhat

Monday, 7 April 2014

મિત્રતા તારી

મિત્રતા તારી 
મળ્યો સંગાથ તારો જ્યારથી
જીતી લીધી દુનિયા ત્યારથી
જીવનને બદલ્યું તે
મિત્રતાની વ્યાખ્યા બનાવી તે
સુખ દુઃખ માં સાથ આપી
જીવનને રંગીન બનાવ્યું તે
એક તારા ખાતર મરવા તૈયાર છુ
ટૂંકી જીંદગીમાં અમુલ્ય ખજાનો આપ્યો છે તે
આભારી છુ ભગવાનનો
મુલાકાત કરવી તારી સાથે
નહી ભૂલાય મિત્રતા તારી જિંદગીભર
યાદ આવીને રહી જશે હરપલ
                         -કેયુર દુધાત 
By Keyur Dudhat

Sunday, 6 April 2014

પ્રેમની અસર

પ્રેમની અસર
તને ભૂલવાની વાતમાં ફસાઈ જાવ ના
તારી પ્રેમતણી યાદમાં હરખાઈ જાવ ના
તારા નામની ગહેરાઈ માં ડૂબી જાવ ના
તને સમજાવવા જતા સમજી જાવ ના
તારી જિંદગી ના રંગે રંગાઈ જાવ ના
તારા સાથની સાથે સમાઈ જાવ ના
તને યાદ કરવામાં વેરાઈ જાવ ના
તારી સુંદરતામાં હું ખોવાઈ જાવ ના
તારા રૂપ થી હું અંજાય જાવ ના
તને પ્રેમ કરવામાં ભગવાનને ભૂલી જાવ ના
તારી મલકાતી વાતોમાં મલકાઈ જાવ ના
તારા મેળાપ ની સાથે મળી જાવ ના
                                     -કેયુર દુધાત 
By Keyur Dudhat
 

Saturday, 5 April 2014

દિલ ની ગભરાટ

દિલની ગભરાટ
તારી યાદમાં મન હરખાય છે
વાતવાતમાં દિલ ગભરાય છે
બેચેની છે દિવસ રાત ની
સમજાતું નથી શાને આવું અનુભવાય છે
દરેક પલ યાદ આવીને રહી જાય છે
દિલમાં જગ્યા કરીને મલકાય છે
ખબર નથી પડતી શું છલકાય છે
ટૂંકી જિંદગી માં સમય વીતતો જાય છે
તને કહેતા ગભરાયો તે સમજાય છે
પણ તું શાને ગભરાઈ તે વિસરાય છે

વાતવાતમાં દિલ ગભરાય છ
                              -કેયુર દુધાત 

By Keyur Dudhat

Thursday, 3 April 2014

મિલન ની ચાહના

વર્ષોથી રાહ જોઉં છુ તારી..........

Tuesday, 1 April 2014

દિલ ની વાત



દર્દથી ભરેલી જીંદગીમાં, યાદ તારી આવતી હતી
રાત્રે જોયેલા સપના માં, વાત તારી ભુલાતી હતી
એ વાત જમાના માં ,સાચી માનતી હતી
સત્ય થી છુપાઈ દુઃખમાં,  બીમારી તારી ફેલાતી હતી
જીવનના આ રહસ્ય માં, સમજણ તારી સમજાતી હતી
સમજણ પાકી કરવામાં, હયાતી તારી મિટાતી હતી
સમય ગયો વિચારવામાં, કિંમત તારી ઘટતી હતી
                                           -કેયુર દુધાત 
By Keyur Dudhat